બોલો- ચોરો હવે શબવાહિની પણ ચોરવા લાગ્યા! જાણો, ક્યાં બની આ ઘટના? - The Mailer - India

બોલો- ચોરો હવે શબવાહિની પણ ચોરવા લાગ્યા! જાણો, ક્યાં બની આ ઘટના?

લોકડાઉન હટ્યા બાદ અને કોરોના વચ્ચે ચોરોનો ઉપદ્રવ પણ વધવા લાગ્યો છે. ત્યારે ગુજરાતનાં અમદાવાદમાં પણ એવી જ એક વિચિત્ર ચોરી થઇ છે, જેમાં ચોરો શબવાહિની ચોરી ગયા છે.

પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં બની ઘટના

અમદાવાદમાં મોત બાદ અંતિમ ધામ સુધી પહોંચાડતી શબવાહિનીની પણ ચોરી થતાં હડકંપ મચ્યો છે. શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની આવી હતી.

પરંતુ ગતરોજ રાત્રે 3 વાગ્યે શબવાહિની ચોરી થઇ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના અંગે લોકો પણ ચોંકી ઉઠ્યા છે કે હવે ચોરો શબવાહિની પણ નથી છોડતાં, ત્યારે ફાયર સ્ટેશનમાં જ આ ઘટના બનવાથી કોર્પોરેશનની કામગીરી પણ શંકામાં છે.

આનંદનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.આ મામલે આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply