સાઉથ ઇન્ડિયન ફિલ્મોનાં ખાસ એવા સ્ટારનું આજરોજ નિધન થયું છે. આ ઘટનાથી તેલુગુ ફિલ્મજગત શોકમાં છે. તેલુગુ ફિલ્મોનાં પ્રખ્યાત કોમેડિયન અને વિલન એવા જયપ્રકાશ રેડ્ડીનું આજરોજ અવસાન થયું છે.
હાર્ટ એટેકથી થયું નિધન
જયપ્રકાશ રેડ્ડીએ ઘણી ફિલ્મોમાં કોમેડીયનનું પાત્ર ભજવ્યું છે, ત્યારે આજરોજ કાર્ડિયાક અરેસ્ટને લીધે ગુન્ટુર સ્થિત તેમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. આ વર્ષે આવેલી મહેશ બાબુની ફિલ્મ Sarileru Neekevvaru માં છેલ્લે જોવા મળ્યા હતા.
તેમના નિધનથી ટેલિવુડ જગત શોકમાં છે. જુનિયર NTR, પ્રકાશ રાજ સહિત ઘણાં સ્ટાર્સે તેમને શ્રધ્ધાંજલી પાઠવી છે.
રિતેશ દેશમુખના પત્ની અને એક્ટ્રેસ એવા જેનેલિયા ડિસોઝાએ પણ ટ્વીટ કરી હતી.