હાર્દિક પંડ્યા થોડાં સમય પહેલાં જ પિતા બન્યો છે. ત્યારે ભારતીય ટીમનાં વધુ એક ખેલાડી પિતા બનવા જઇ રહ્યા છે. જી હાં, ભારતનાં કેપ્ટન વિરાટ કોહલી જાન્યુઆરી 2021 માં પિતા બનશે, તેવી પોસ્ટ શેર કરી છે.
Instagram પર ફોટો શેર કરતાં વિરાટ કોહલીએ કેપ્શન આપ્યું છે કે- “And then, we were three! Arriving Jan 2021 ❤️🙏”
આ ફોટો તરત જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ સેલેબ કપલને અભિનંદન પાઠવી રહ્યા છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાનાં પિતા બન્યા બાદ લોકોએ વિરાટ કોહલી પર પણ મીમ બનાવ્યા હતા, ત્યારે હવે સોશિયલ મિડિયામાં આ સમાચાર વાયરલ બની રહેશે, એવું લાગે છે.