આ કારણે નેશનલ એન્થમ ગાતી વખતે મોહમ્મદ સિરાઝની આંખમાં આવ્યા હતા આંસુ, જુઓ વીડિયો! - The Mailer - India

આ કારણે નેશનલ એન્થમ ગાતી વખતે મોહમ્મદ સિરાઝની આંખમાં આવ્યા હતા આંસુ, જુઓ વીડિયો!

આજરોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે, ત્યારે મેચની શરૂઆતમાં રોમાંચક દ્રશ્ય જોવા મળ્યું હતું. મેચ શરૂ થતાં પહેલાં જે નેશનલ એન્થમ ગવાય છે, તેમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાઝની આંખમાં અચાનક આંસુ આવી ગયા હતા.

સિરાઝનો આ વીડિયો સમગ્ર સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે, ત્યારે ક્રિકેટરે આ રીતે રડવા પાછળનું કારણ પણ આપ્યું છે.

મેચનો પ્રથમ દિવસ પત્યા બાદ મોહમ્મદ સિરાઝે જણાવ્યું કે નેશનલ એન્થમ ગાતી વખતે તેને તેના પિતાની યાદ આવી ગઇ હતી, જે કારણથી તેની આંખમાં આંસુ આવ્યા હતા.

મહત્વનું છે કે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં વરસાદનું વિધ્ન નડ્યું હતું. ત્યારે દિવસનાં અંતે ટીમનો સ્કોર 2 વિકેટ ગુમાવીને 166 રન હતો. વિલ પુકોવ્સ્કી અને ડેવિડ વોર્નર પ્રથમ દિવસે આઉટ થઇ ગયા હતા, જ્યારે સ્ટીવ સ્મીથ અને લબુસ્ચાને રમતમાં છે.

Leave a Reply