તામિલ સિનેમાનાં બે સુપરસ્ટાર સાથે રિલીઝ થનારી ફિલ્મ કે જે 13મી તારીખનાં રોજ રિલીઝ થવાની હતી, તેનાં કેટલાંક સીન લીક થયા છે. વિજય અને વિજય સેતુપતી સ્ટારર ‘Master’ ફિલ્મનાં સીન લીક થતાં તેમના ફેન્સમાં હોબાળો મચી જવા પામ્યો છે.
ફિલ્મ ડિરેક્ટરે કરી વિનંતી
ફિલ્મ સીન લીક થતાં સાથે જ તે વાયરલ થવા લાગ્યા હતા. આ કારણે ફિલ્મનાં ડિરેક્ટર લોકેશ કનગરાજે ટ્વીટ કરીને ફેન્સને જણાવ્યું કે દોઢ વર્ષની મહેનત બાદ આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે, તો એની કોઇ ક્લિપ તમારી પાસે આવે તો શેર ન કરતાં.
જોકે, ટ્વીટર પર આ મુદ્દે ઘમાસાણ મચી છે. વિજયનાં ફેન્સ અને થાલા અજિતનાં ફેન્સ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે.