મહેસાણામાં પોલીસ બેડામાં બદલી: 7 PI અને 4 PSI ની થઇ આંતરિક બદલી - The Mailer - India

મહેસાણામાં પોલીસ બેડામાં બદલી: 7 PI અને 4 PSI ની થઇ આંતરિક બદલી

મહેસાણા: તાજેતરમાં જ જિલ્લામાં 7 PI અને 4 PSI ની આંતરિક બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, બે મહિનામાં બીજી વખત LCB ઇન્સપેક્ટર બદલાયા છે. કડી દારૂ કાંડ બાદ LCB ના PI એસ એસ નિનામાની બદલી થતા તેમના સ્થાને પી એ પરમાર ને મુકાયા હતા.

આ સિવાય પી એ પરમાર ને ખૂબ ટૂંકા સમયમાં જ એલ સી બી થી ઉઠાવીને એલ આઈ બી માં મુકાયા, તો બીજી તરફ ઊંઝા PI બે એચ રાઠોડ ને તદ્દન હંગામી ધોરણ ઉપર LCB ના PI તરીકે નિમણૂક કરાઇ છે.

એસ ઓ જી પી આઈ તરીકે બી ડિવિઝન ના પી આઈ બી એમ પટેલ ની તદ્દન હંગામી ધોરણે કરાઈ નિમણુંકતદ્દન હંગામી ધોરણે નિમણુંક થતા આગામી નજીક ના સમયમાં વધુ એક વખત એલ સી બી અને એસ ઓ જી ના પી આઈ બદલાઈ શકે છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આ બદલીનાં આદેશ કરાયા છે.

Leave a Reply