નેતાઓનો વાણીવિલાસ થયો બેફામ- ભરૂચનાં આ સાંસદે છોટુ વસાવા પર કર્યો પ્રહાર - The Mailer - India

નેતાઓનો વાણીવિલાસ થયો બેફામ- ભરૂચનાં આ સાંસદે છોટુ વસાવા પર કર્યો પ્રહાર

કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પિકિંગ એ દરેક નેતાના જીવનનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમના પ્રભાવી ભાષણને લીધે જ આજે તેઓ જે સ્થાને છે, ત્યાં શોભાસ્પદ છે. પરંતુ, કેટલાંક એવા પણ નેતાઓ છે, જેમનો વાણીવિલાસ બેફામ રહેતો હોય છે.

છોટુ વસાવાને કહ્યા રંગ બદલતા કાચીંડા

આજે ડેડીયાપાડાના નવાગામે ભાજપ દ્વારા જાહેરસભા રાખવામાં આવી હતી. જેમાં ભરૂચના સાંસદે BTP ના છોટુ વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યાં હતા. ફરી એકવાર મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો છે. 

આ પહેલાં પણ ગઈકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા હતા.

મનસુખ વસાવાએ કહ્યું કે, જેમ ચોમાસામાં જે રીતે કાચીંડો રંગ બદલે તેમ આ લોકો પાર્ટીઓને રંગ બદલે છે. સાથે જ બીટીપી પાર્ટીનું નિશાન ઘંટી છે. તે પર કટાક્ષ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે આ ઘંટી કોઈ વપરાતું નથી.

વધુમાં તેઓ બોલ્યા કે આજે ઇલેક્ટ્રોનિક ઘંટીનો જમાનો આવ્યો છે, અને આ લોકો આદિવાસીઓને આગળ લાવવા માંગે છે કે આદિવાસીઓને પાછળ લઈ જવા માંગે છે.

Leave a Reply