રાત્રી કરફ્યુ અંગે મોટા સમાચાર- અનલોક 3 ની ગાઇડલાઇન જાહેર - The Mailer - India

રાત્રી કરફ્યુ અંગે મોટા સમાચાર- અનલોક 3 ની ગાઇડલાઇન જાહેર

નવી દિલ્હી: આજરોજ ભારત સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત હવેથી રાત્રી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય મહત્વની જાહેરાતો આ મુજબ છે.


આ નવી ગાઇડલાઇનમાં નીચે મુજબની જાહેરાતો થઇ છે:

  1. આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરી શકાશે અને ખાસ સ્વાસ્થ્ય પ્રોટોકોલનું ધ્યાન રાખવું જરૂરી પડશે તો જ ઉજવણી થઇ શકશે.
  2. રાજ્ય સરકાર સાથે મંત્રણા બાદ શાળા, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 31 મી ઓગસ્ટ સુધી બંધ રહેશે, તેવો નિર્ણય લેવાયો છે.
  3. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલ તથા મેટ્રો બંધ જ રહેશે.
  4. સામાજીક કે રાજકીય મેળાવડાઓ પર પણ પ્રતિબંધ રહેશે.  

મહત્વનું છે કે, રાત્રી કરફ્યુ હટવાથી મહદ અંશે નાગરિકોને રાહત મળશે. પરંતુ, હજી સંક્રમણ ઘટ્યું ન હોવાને કારણે ખાસ સાવચેતીઓ રાખવી જરૂરી રહેશે.

આ સિવાય શાળા, કોલેજો અને કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં પણ સંક્રમણ મોટા પાયે ફેલાઇ શકતું હોઇ તે આગામી જાહેરાત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ પર જ ભાર અપાશે.

Leave a Reply