ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું આખરે અવસાન: શું હવે ન્યાય મળશે?

નવી દિલ્હી: ઉન્નાવ કેસમાં પીડિતા પર હુમલો કરીને સળગાવી દીધા બાદ ગતરોજ (6 ડિસેમ્બરના રોજ) મોડી રાત્રે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાએ આખરી શ્વાસ લીધા હતા. ડોક્ટરે આપેલી માહિતી મુજબ 11:40 તેનું અવસાન થયું. પીડિતાના શરીરનો 95% ભાગ બળી ગયો હતો.

જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો…

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની માર્ચમાં પીડિતાએ કેસ કર્યો હતો, જેમાં કેસના આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. પીડિતા જ્યારે રાયબરેલી જવા માટે ટ્રેન પકડી રહી હતી, ત્યારે તેના પર પાંચ લોકોએ હુમલો કરીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો. ગમે તેમ પીડિતા જીવ બચાવવા ત્યાંથી ભાગી અને ઘટના સ્થળે આસપાસથી લોકો આવી જતાં આરોપીઓ ભાગી ગયા હતા. તેમ છતાં, પીડિતાનું શરીર ત્યારે લગભગ 90% બળી ગયું હતું.

હવે ન્યાયનું શું થશે? મળશે તો કોને?

હૈદરાબાદ કેસમાં ગતરોજ એન્કાઉન્ટર થયું છે અને આરોપીઓને ઠાર મરાયા છે, ત્યારે સમગ્ર દેશમાં કેટલાંક લોકોએ ખુશી વ્યક્ત કરી તો અમુક લોકોને વાંધો પણ છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ ઘટના બાદ ન્યાયપ્રણાલી વિશે આ લોકો શું કહે છે અને પીડિતાના પરિવારને કેટલો ઝડપી ન્યાય મળે છે!

Leave a Reply