ગુજરાતનાં મુખ્યમંત્રીનાં આ નિર્ણયની વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ, જાણો શું છે વાત? - The Mailer - India

ગુજરાતનાં મુખ્યમંત્રીનાં આ નિર્ણયની વૈશ્વિક સ્તરે લેવાઇ નોંધ, જાણો શું છે વાત?

તાજેતરમાં જ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બાગાયતી ખેતીને પ્રાધાન્ય આપવાની વાત સાથે એક ફળનું નામ બદલીને કમલમ કર્યુ છે. જી હાં, ડ્રેગન ફ્રુટનું નામ બદલીને ભાજપનાં સિમ્બોલ એવા કમળનાં નામ પરથી કમલમ રાખવામાં આવ્યું છે, જેની નોંધ (અથવા તો મજા) ફક્ત ભારતે જ નહીં, પરંતુ વિશ્વ આખાએ લીધી છે.

કતરની વૈશ્વિક ન્યૂઝ ચેનલ ‘Al JaZeera’ નો એક આર્ટિકલ

દુનિયાનાં મેજર ન્યૂઝ પોર્ટલ, ન્યૂઝ ચેનલ અને અખબારોએ આ નિર્ણયની ખાસ નોંધ લીધી છે અને સટાયરિક આર્ટિકલ પણ છાપ્યા છે.

એટલાન્ટા સ્થિત ગ્લોબલ ચેનલ CNN એ પણ આ નિર્ણયની નોંધ અલગ રીતે લીધી છે.

‘Gulf News’ માં છપાયેલો ખાસ આર્ટિકલ

ચીનની વેબસાઇટ ગ્લોબલ ટાઇમ્સે પણ કંઇક આવો આર્ટિકલ છાપ્યો છે

સોશિયલ મિડિયા પર છવાયું કમલમ

મહત્વનું છે કે, આ ફળનું નામ બદલવા પાછળનું કારણ આપતા વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે તેનો આકાર કમળનાં ફૂલ જેવો છે. જેના કારણે હવેથી તેને કમલમ તરીકે ઓળખવામાં આવશે. ત્યારે આ વાતને લઇને સોશિયલ મિડિયા પર અને ખાસ કરીને મીમર્સને છૂટ્ટો દોર મળી ગયો હતો.

Leave a Reply