મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી ના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક ની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માન માં એક દિવસ નો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
મુખ્યમંત્રીવિજય ભાઈ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે
વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.