જાણો, વિરુષ્કાએ કોરોના મુદ્દે ફેન્સને શું સલાહ આપી?

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે સતર્ક રહેવા માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ શુક્રવારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બને શકે એટલુ ઘરે જ રહેવાની સલાહ આપી હતી. વિરાટે સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવી શેર કર્યો હતો, જેમાં તેણે અનુષ્કા શર્માની સાથે તેમને ફેન્સને વાયરસને લઈને સાવધાની અને સતર્કતા રાખવાની વાત જણાવી હતી.

વિરૂષ્કાની અપીલ આ વીડિયો ક્લીપમાં વિરાટ અને અનુષ્કા જણાવે છેકે, “ આપણે જાણીએ છીએ કે, કોરોનાને કારણે હાલ આપણે બઘા જ એક કઠીન સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, અને આ વાયરસને રોકવાનો એક માત્ર રસ્તો છે, ઘરની બહાર જવાનું ટાળવું. આપણે આપણી અને બીજાની સુરક્ષા માટે ઘરની બહાર બને એટલુ ઓછુ નિકળવું જોઈએ. ઘરે રહો અને સ્થસ્થ રહો.”

આ વીડિયો વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યુ હતું કે, હાલની પરિસ્થિતીને જોતાં સરકાર જે પણ કોઈ સલાહ-સુચન આપી રહી છે, તેનું પાલન કરવું જોઈએ. ગુરૂવારે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને સંબોધતાં અપીલ કરી હતી કે, આગામી રવિવારના રોજ જનતા કર્ફયુનું પાલન કરે અને ઘરની બહાર ના નીકળે. ઉલ્લેખનીય છેકે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 9000થી વધુ લોકોનું મૃત્યુ થઈ ચુક્યા છે અને 2,00,000 થી વધારે લોકો આ વાયરસના સંક્રમણમાં છે.

Leave a Reply