વોટ્સએપ બનાવી રહ્યું છે ખાસ ડેસ્કટોપ વર્ઝન! - The Mailer - India

વોટ્સએપ બનાવી રહ્યું છે ખાસ ડેસ્કટોપ વર્ઝન!

લેપટોપ કે PC પર કામ કરતાં હોઇએ ત્યારે વ્હોટ્સએપ ચાલુ કરવા મોબાઇલની જરૂર પડે છે. ફેસબુકના માલિકી વાળી કંપની વોટ્સએપ હવે ડેસ્કટોપ માટે કામ કરી રહી છે. જેમાં મોબાઈલ કનેક્શન વગર જ યૂઝર્સ મેસેજિંગ એપનો ઉપયોગ પોતાના કોમ્પ્યુટર પર કરી શકશે.

એપના વેબ વર્ઝનને 2015માં વોટ્સએપે લોન્ચ કર્યું હતુ. તેના થકી કોમ્પ્યુટર પર ચેટને મોનિટરીંગ કરી શકાતું હતું, પરંતુ તેના ઉપયોગ માટે યૂઝર્સને પહેલા પોતાના ફોનને ઈન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવું પડતું હતું. આના કારણે અમુક યુઝર્સને તકલીફ પણ પડી રહી હતી.

વિશ્વસનીય વોટ્સએપ લીકર એકાઉન્ટ WAB ટાઈન્ફોએ શુક્રવારે ટ્વીટમાં જાણકારી આપી હતી કે કંપની યૂનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ એપ બનાવી રહી છે. સાથે જ કંપની નવા મલ્ટી પ્લેફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે, જે તમારા સ્માર્ટફોન બંધ હશે તો પણ કામ કરશે. સૂત્રો મુજબ વોટ્સએપ મલ્ટિ પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહ્યું છે, જેની મદદથી યૂઝર્સ એક જ સમયમાં ઘણા ડિવાઈસના માધ્યમથી પોતાની પ્રોફાઈલ એક્સેસ કરી શકશે.

Leave a Reply