…જ્યારે 5 વાગ્યા અને આખો દેશ એક થઇને સન્માનમાં આગળ આવ્યો!

આ જ મારો ભારત દેશ છે, જેણે દેશનાં વડાપ્રધાનનાં એક આહવાન પર એક થઇને કોરોના સામે લડવાનું નક્કી કર્યુ. કોરોના સામે લડી રહેલાં લોકોને સન્માન આપવાનું નક્કી કર્યુ અને એક થઇને, ભેગા થઇને સમગ્ર દેશે 5 વાગે એક શંખનાદ ફૂંક્યો, જે દેશ આખામાં ગૂંજ્યો.

ખરેખર, વિવિધતામાં એકતા આને જ કહેવાય અને આ જ મારો ભારત દેશ છે, તે કહેતા છાતી ગજ-ગજ ફૂલે છે.

અહીં કોઇ અમીર-ગરીબ નહોતું, પરંતુ એક ભારતીય હતું.

દેશનો કોઇ પણ ખૂણો હોય, તે 5 વાગે તૈયાર હતો- કોરોના વિરુદ્ધ લડી રહેલી આર્મીને સન્માનવા…

તે કોઇ પાર્ટીને નેતા નહોતા… તે એક ભારતીય નાગરિક હતા.

ગ્રાઉન્ડ ફ્લોર હોય કે ટોપ ફ્લોર- કોઇ શરમાયું નહોતું.

ઘરોની બહાર જ નહીં, પણ રેલ્વે સ્ટેશન પર પણ લોકોએ પોતાનો ભાવ પ્રગટ કર્યો.

એરપોર્ટ પર પણ કંઇક આવો નજારો હતો.

તો, આ હતું એક ભારત- સપનાનું ભારત! કંઇક આવા જ ભારત માટે આપણે સપનું જોયું હતું ને! આ કાયમ રાખીએ- આવો કાયમ એક રહીએ.

જય હિંદ!

Leave a Reply