કોણ છે વી.સી. સજ્જનાર કે જે આજે હૈદરાબાદનાં હીરો બની ગયા! - The Mailer - India

કોણ છે વી.સી. સજ્જનાર કે જે આજે હૈદરાબાદનાં હીરો બની ગયા!

અમદાવાદ: હૈદરાબાદ કેસ મામલે આજે ઘણી મોટી ઘટના બની છે, ત્યારે સમગ્ર દેશમાં હલચલ મચી જવા પામી છે. મોટાભાગે સામાન્ય જનતાએ અને સેલેબ્રિટીઝે હૈદરાબાદ પોલીસના આ નિર્ણયની પ્રશંસા કરી છે, તો બીજી બાજુ કેટલાંક લોકો નિંદા પણ કરી રહ્યા છે. હૈદરાબાદ પોલીસના આ પગલાંથી સમગ્ર જગ્યાએ પોલીસ-પોલીસ થઇ રહ્યું છે. ટ્વીટર પર પણ #EncounterForJustice, #TelanganaEncounter, #hyderabadpolice હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યા છે.

આ ઘટનાનાં મહત્વના હિરો છે હૈદરાબાદ પોલીસ કમિશ્નર સજ્જનાર! આમ પણ તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાય છે, કારણકે આ પહેલા પણ વારાંગલમાં એન્કાઉન્ટર કર્યું હતું. વારાંગલમાં એસિડ એટેકની ઘટનામાં આરોપીને એન્કાઉન્ટર કરીને ઠાર માર્યા હતા. તે સમયે વારાંગલમાં તેઓ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે કાર્યરત હતા. આ કામગીરીની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

1996ની બેચના વી સી સજ્જનારના આઈપીએસ અધિકારીને કડક ટોચના કોપ તરીકે ઓળખવામાં આવે છે. દિશાના 4 આરોપીઓનો ખાત્મો કર્યા બાદ તમામ લોકો તેમની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર જનરલના હોદ્દા પર IPS અધિકારી સજ્જને સાયબરાબાદ પોલીસ કમિશનર છે. દિશા ગેંગરેપ અને મર્ડરનો કેસ તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

Leave a Reply