Twitter પર ટ્રેન્ડ થઇ રહ્યું છે 'Mama_Rojgar_do', જાણો કોણ છે મામા? - The Mailer - India

Twitter પર ટ્રેન્ડ થઇ રહ્યું છે ‘Mama_Rojgar_do’, જાણો કોણ છે મામા?

છેલ્લાં ઘણાં દિવસથી ટ્વીટર પર રોજગાર સંબંધિત હેશટેગ ટ્રેન્ડ થઇ રહ્યા છે. ત્યારે આજરોજ ટ્વિટર પર ફરીથી ‘Modi Rojgar do’ ટેગ સાથે બીજો અનોખો ટેગ વાયરલ થયો છે, જે છે ‘Mama_rojgar_do’

આજ સવારથી આ ટેગ છે ટ્રેન્ડિંગમાં!

જી હાં, મધ્ય પ્રદેશનાં યુવાનો શિવરાજસિંહ ચૌહાણને સંબોધીને આ ટેગ વાયરલ કરી રહ્યા છે અને રોજગાર માંગી રહ્યા છે. મહત્વનું છે કે, પ્રદેશની જનતા તેમને મામા કહીને સંબોધે છે.

CM शिवराज ने बताया, उन्हें लोग क्यों कहते हैं  मामा

આ પહેલાં પણ ટ્વીટર પર વડાપ્રધાન મોદીને સંબોધીને રોજગારનો ટ્રેન્ડ વાયરલ થયો છે. હાલમાં, ઘણાં રાજ્યોમાં વિવિધ ઇલેક્શન આવવાનાં છે અને ક્યાંક નજીકમાં જ છે, ત્યારે રોજગાર સંબંધીત જાહેરાતો પણ કરવામાં આવે છે. પરંતુ, ખરી રીતે જોઇએ તો તે મુદ્દો ફક્ત ચૂંટણી પૂરતો જ રહી ગયો છે.

ત્યારે મધ્ય પ્રદેશ સહિત ભારતભરનાં યુવાનોએ રોજગારનો ટેગ વાયરલ કર્યો છે. જોવાનું એ છે કે આનું શું પરિણામ આવે છે!

Leave a Reply