શું તમને ખબર છે- સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ કરાય છે?

ઘણી વખત આપણે મંદિરોમાં જોયું હશે કે લોકો ચત્તાપાટ સૂઇ જઇને ભગવાનને સાષ્ટાંગ દંડવત કરતાં હોય છે. તો ઘણી જગ્યાએ લોકો સાષ્ટાંગ કરતાં જ મંદિર ચઢવાની માનતા માને છે.

જેના પ્રત્યે આપણને આદર હોય, લાગણી હોય, સન્માનની ભાવના હોય, તેમણે આપણે પોતાની જાત ન્યોછાવર કરી દઇએ છીએ અને એ જ લાગણી સાષ્ટાંગ દંડવતમાં જાગૃત થાય છે.

સાષ્ટાંગ દંડવત પ્રણામમાં શરીરનાં આઠે અંગ સામેલ થાય છે, જેમાં મસ્તક, આંખ, હાથ, છાતી, પગ, જાંઘ, વાણી અને મન- એમ સમગ્ર શરીરનાં છ સ્થૂળ અંગો અને બે સૂક્ષ્મ અંગો ભળે છે, જેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કહે છે. આમાં ત્રણ યોગાસનોનો સુભગ સમન્વય થાય છે. એક છે નમસ્કારાસન, બીજું છે- પાદ પ્રસરણાસન અને ત્રીજું છે ભુજંગાસન!

શારીરિક ફાયદા

સાષ્ટાંગ કરવાથી ગળાનાં અને કમરનાં દુ:ખાવામાં રાહત થાય છે, જ્યારે કરોડરજ્જુ મજબૂત બને છે. સાથે જ ગરદન, ખભા અને છાતીના સ્નાયુઓને કસરત મળે છે.

Leave a Reply