શું ઝોમેટો આ પ્રખ્યાત ફૂડ ડિલીવરી ચેઇનને ખરીદી લેશે?

મુંબઇ: છેલ્લાં કેટલાંક સમયથી ફૂડ ડિલીવરી માર્કેટમાં કોમ્પિટિશન તગડી થવા પામી છે. ઝોમેટો, સ્વીગીની સાથે ઉબર ઇટ્સ અને ફુડ પાન્ડા પણ માર્કેટમાં છે, ત્યારે હજી પણ ઝોમેટોનો હાથ બધા કરતાં ઉપર છે.

આ પરિસ્થિતિ વચ્ચે એક રિપોર્ટ મુજબ ઝોમેટો ઉબર ઇટ્સનો સંપૂર્ણ બિઝનેસ અથવા સ્ટેક ખરીદી શકે છે. જોકે, હાલ પૂરતું ઉબર કે ઝોમેટોએ આ વિશે કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ તે નજીકના ભવિષ્યમાં ખરીદી શકે છે. મહત્વનું છે કે ઝોમેટો અને સ્વીગી રોજનાં 2 થી 2.5 મિલિયન ઓર્ડર રિસીવ થાય છે, જ્યારે ઉબર ઇટ્સનો આંકડો 3 લાખ સુધી સીમિત છે.

આ અટકળો વચ્ચે જોઇએ કે શું ઝોમેટો ઉબરને ખરીદશે કે કેમ!

Leave a Reply