Tuesday, May 30, 2023
Google search engine
HomeLife-StyleHealthમોબાઇલ અને ઇન્ટરનેટ: યોગ્ય વપરાશ પણ યોગ્યતાની માત્રા કેટલી?

મોબાઇલ અને ઇન્ટરનેટ: યોગ્ય વપરાશ પણ યોગ્યતાની માત્રા કેટલી?

એક સમય એવો હતો, જ્યારે આખા ઘર વચ્ચે એક જ મોબાઇલ ફોન હતો અને તે પણ ઘરનાં વડીલ કાં તો પપ્પા પાસે રહેતો. ફક્ત સાંજના સમયે અને એ પણ ક્યારેક જ બાળકોને મળતો અને તે પણ સ્નેકવાળી ગેમ રમવા માટે!

જમાનો બદલાયો અને હવે ઘરમાં માણસદીઠ એક મોબાઇલ થઇ ગયો છે અને તે પણ સાદો નહીં પરંતુ સ્માર્ટફોન! બાળકો પણ હવે વોઇસ કમાન્ડથી મોબાઇલ ઓપરેટ કરે છે અને વિવિધ પ્રકારનાં વીડિયોઝથી લઇને ગેમ્સ પણ રમે છે. ત્યારે મોટાં લોકો પણ તેમાંથી બાકાત નથી. પરંતુ, હવે સમય છે વિચારણા કરવાની!

એક અભ્યાસ મુજબ સામાન્ય માણસ દિવસ દરમિયાન 5 થી 6 કલાક મોબાઇલ સાથે અને તે પણ ખાસ કરીને સોશિયલ મીડિયા પર વિતાવે છે. વિવિધ વીડિયો એપ્સ અને ગેમિંગ એપ્સ પોતાનો યુઝેજ ટાઇમ વધારવા માટે પ્રયત્નો કરતાં રહે છે.

પરિસ્થિતિ એવી છે કે મોટા લોકો જ ફોન સાથે એટલાં વ્યસ્ત રહે છે કે તેઓ બાળકોને કંઇ કહી શકે તેમ જ નથી. આ કારણે માણસનો સ્વભાવ ચીડિયો તો બને જ છે, સાથે લોકોમાં સહનશીલતા અને ધીરજ પણ ખૂટતી જાય છે. માટે ક્યારેક જો ભૂલથી ઇન્ટરનેટ કનેક્શનમાં ગેપ આવે, ત્યારે તે ખાલી સમય લોકો સહન નથી કરી શકતા અને સતત મોબાઇલ ચેક કર્યા કરે છે. સાથે જ મોબાઈલના વધુ  પડતાં  ઉપયોગ થીજ્યારે ગરદનમાં દુખાવો થાય છે, હાથમાં દુખાવો થાય, હાથમાં સુન્નતા આવી જાય, હાથમાં ગરમી  પરસેવો અનુભવો, હાથમાં નબળાઈ, અંગૂઠા અને કાંડામાં દુખાવો, ખભા વચ્ચે અથવા ગરદન નીચે પીઠમાં દુખાવો થાય છે.

આમ, હવે આપણે વિચારવાનું છે કે મોબાઇલ એ ફક્ત એક ગેઝેટ છે કે પછી…?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments