Friday, June 9, 2023
Google search engine
HomeElection Coverage 2022UP Election: આ સીટ પરથી લડશે અખિલેશ યાદવ, સપાનાં 159 ઉમેદવારોની યાદી...

UP Election: આ સીટ પરથી લડશે અખિલેશ યાદવ, સપાનાં 159 ઉમેદવારોની યાદી જાહેર

ઉત્તર પ્રદેશ ઇલેક્શન માટે સમાજવાદી પાર્ટી દ્વારા આજરોજ 159 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં અખિલેશ યાદવની સીટનું નામ પણ જાહેર થયું છે.

અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ સાથે જ તેમણે મહત્વની સીટો પરનાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી હતી.

આ અંતર્ગત, મહત્વની એવી સહારનપુરની બેહત સીટથી ઉમર અલી ખાન, નકુડથી ધરમ સિંહ સૈની, સહારનપુર નગરથી સંજય ગર્ગ, સહારનપુર દેહતથી આશુ મલિક, દેવબંદથી કાર્તિકેય રાણા, કૈરાનામાં નાહિદ હસન, મુરાદાબાદથી કમલ અખ્તર અને મુઝફ્ફરનગરથી પંકજ કુમાર મલિક જેવા ઘણા દિગ્ગજો મેદાનમાં છે.

તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ઇલેક્શન થવાનું છે, જેમાં પ્રથમ મતદાન 10 ફેબ્રુઆરીએ છે અને અંતિમ મતદાન 7 માર્ચે છે.

ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન

– 10 ફેબ્રુઆરીએ પહેલાં તબક્કાનું મતદાન

– 14 ફેબ્રુઆરીએ બીજા તબકકાનું મતદાન

– 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબકકાનું મતદાન

– 23 ફેબ્રુઆરીએ ચોથા તબકકાનું મતદાન

– 27 ફેબ્રુઆરીએ પાંચમાં તબકકાનું મતદાન

– 3 માર્ચે યુપીમાં તબકકાનું મતદાન

– 7 માર્ચે યુપીમાં તબકકાનું મતદાન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments