- લાલજી પટેલનાં વિરોધમાં રચાઇ નવી સમિતિ
- SPG માં થયા બે ભાગ
અમદાવાદ: આજરોજ પાટીદારોની સૌથી મોટી સંસ્થા SPG માં બે ભાગલા પડી ગયા છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. લાલજી પટેલનાં નિર્ણયનાં વિરોધમાં નવી સમિતિની રચના થઇ છે, જેમાં પૂર્વીન પટેલ પ્રવક્તા રહેશે.
આ પહેલાં લાલજી પટેલએ લીધેલા નિમણૂક અટકાવવાનાં નિર્ણયને લીધે વિરોધ થયો હતો. જેના પગલે એક નવી જ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિનાં અધ્યક્ષ અશ્વિન પટેલ બન્યા છે. જોકે, લાલજી પટેલે આ વાતને નકારતાં કહ્યું કે તેવી કોઇ નવી નિમણૂક કરવામાં આવી નથી.