રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો આજરોજ સામે આવ્યો છે. આ ઘટનામાં 40 દિવસનાં દીકરાનું માતાનાં પગ નીચે સૂતાં ગુંગળાઇ જતાં મોતને ભેટ્યો હતો.
શહેરનાં નીલકંઠ પાર્કમાં રહેતાં એક પરિવારનાં 40 દિવસનાં દીકરાનું આવી રીતે મૃત્યુ થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. માતાની એક ભૂલને લીધે આવું મોટું પરિણામ ભોગવવું પડ્યું છે.
શહેરના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે. જ્યાં ગોઝારી ઘટના બની છે. તેમના ઘરે 40 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો. તેની માતાને શરદી થઇ હતી. જેના કારણે તેનો ચેપ દીકરાને ન લાગી જાય તેથી તેણે પોતાના દીકરાને કમરથી થોડો નીચે પગ પાસે સુવડાવ્યો હતો.
રાતે ચાર વાગ્યાની આસપાસ પિતા રવિભાઇ જાગ્યા હતા. ત્યારે પત્ની પાસે સૂતેલા દીકરા પર ધ્યાન ગયુ હતુ. તે જાતાની સાથે જ તેમણે પત્નીને ઉઠાડી હતી