Sunday, October 2, 2022
Google search engine
HomeIndiaમહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત: ભાજપનાં MLA નાં પુત્રનું મોત, જાણો ઘટના વિશે વધુ

મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત: ભાજપનાં MLA નાં પુત્રનું મોત, જાણો ઘટના વિશે વધુ

આજરોજ મહારાષ્ટ્રમાં એક ગંભીર રોડ અકસ્માત થયો છે, જેમાં 7 યુવકોનાં મોત થયા છે. આ સાત મૃતકોમાં એક ભાજપનાં MLA નાં પુત્ર છે. આ અકસ્માત મહારાષ્ટ્રનાં સેલસુરા ખાતે થયો છે.

મહત્વનું છે કે, આ તમામ દેવલીથી વર્ધા સાવંગી મેડિકલ કોલેજ જઈ રહ્યા હતા. મહારાષ્ટ્રનાં સેલસુરા શિવાર પાસેથી પસાર થતી વખતે અચાનક એક જંગલી જાનવર પુલ પાસે આવ્યું, તેને બચાવવા માટે કાર બેકાબૂ થઈને ખાડામાં પડી ગઈ હતી, જેમાં સવાર 7 લોકોનાં મૃત્યુ થયા છે.

મૃત્યુ પામેલા લોકોમાં તિરોરાના બીજેપી વિધાનસભ્ય વિજય રહંગદાલેના પુત્ર આવિષ્કાર રહંગદાલેનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તમામ મૃતકોનાં પરિવારને 2 લાખની સહાય જાહેર કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments