ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઘણી વખથ TRB જવાનોની ફરિયાદો સામે આવી હતી. તે અંતર્ગત, આજરોજ અમદાવાદ શહેરમાં 700 જેટલાં ટ્રાફિક જવાનોની બરતરફી કરવામાં આવી છે.
આમ, અમદાવાદનાં 2500 જેટલાં TRB જવાનોમાંથી 700 જવાનોની હાકલપટ્ટી થઇ છે. સાથે જ નવા ટ્રાફિક જવાનોને સામેલ કરવામાં આવશે અને સામાન્ય લોકો સાથે ગેરરીતિ ન થાય, તે માટે તેમને સોફ્ટ સ્કિલનાં પાઠ ભણાવવામાં આવશે. સાથે જ તેમને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે.
અમદાવાદ શહેરનાં જોઇન્ટ પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ આ નિર્ણ લીધો હતો. તેમણે જણાવ્યું કે, અમને ઘણી વખત ફરિયાદ મળતી હોય છે, જેની ખરાઇ કરીને પોલીસ ખાતા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત, 6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે, જેના માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, આગામી સમયમાં પોલીસ બેડામાં LRD જવાન અને PSI ની ભરતી થવાની છે, જેના માટે ગુજરાતભરમાંથી 10 લાખ જેટલાં યુવા મિત્રોએ અરજી કરી છે.