- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી માહિતી
- ત્રીજી લહેરના ટાળવા સરકારની તૈયારી
નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશમાં જ્યારે ત્રીજી લહેરની આશંકાઓ સેવાઇ રહી છે, ત્યારે ભારતે વેક્સિનેશનમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશભરમાં કુલ વેક્સિનેશન 90 લાખથી વધારે થયું છે, જે એક જ દિવસમાં થયેલું સૌથી વધારે રસીકરણ છે.
https://twitter.com/mansukhmandviya/status/1431253452252860424?s=20
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું કે નાગરિકોને અભિનંદન, કારણ કે ભારતમાં આજે ઐતિહાસિક 90 લાખ કોરોના રસીના ડોઝ અપાયા અને હજુ પણ ગણતરી ચાલુ છે.
ભારતમાં અત્યાર સુધી કુલ વસ્તીનાં લગભગ 10% ભાગને રસીકરણ થયું છે. આ પહેલા અત્યાર સુધી સૌથી વધુ દેશભરમાં 17 ઓગસ્ટના રોજ રસી અપાઈ હતી જેની સંખ્યા 88 લાખથી વધુ હતી.
થોડાં સમય પહેલાં જ ઝાયડસની વધુ એક રસીને માન્યતા મળી છે, ત્યારે તેના પણ ડોઝ ઝડપથી ઉપલબ્ધ થવાનાં છે. જોકે, દક્ષિણ ભારતની પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. કેરળમાં દિવસે ને દિવસે કેસ વધી રહ્યાં છે, તો બીજી બાજુ સૌથી વધારે એક્ટિવ કેસમાં કેરળ અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
નોર્થ-ઇસ્ટ ભારતની પરિસ્થિતિ થોડી સુધરતી જણાઇ રહી છે, તો ઉત્તર ભારતમાં પંજાબ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ કેસ ધીરે-ધીરે વધી રહ્યા છે.