Monday, January 30, 2023
Google search engine
HomeGujaratસુરત: ગુજરાતમાં AAP સાથે BTP નું આ 14 મુદ્દાને લઈ જોડાણ થશે,સાથે...

સુરત: ગુજરાતમાં AAP સાથે BTP નું આ 14 મુદ્દાને લઈ જોડાણ થશે,સાથે ચૂંટણી લડશે.!

ગુજરાત વિધાનસભા ઇલેક્શન પહેલાં બધી રાજકીય પાર્ટીઓ પોતપોતાનો પક્ષ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.ત્યારે આગામી 1લી મે- ગુજરાત સ્થાપના દિવસે સુરતના કામરેજમાં મહાસંમેલન સાથે BTP અને AAP નું ગઠબંધન થવાનું છે. આ અંતર્ગત, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ગઠબંધન થઈ રહ્યું છે ત્યારે જોડાણના ૧૪ મુદા BTP એ જાહેર કર્યા છે.

ગુજરાતમાં BTP અને AAP ના જોડાણમાં ભારતના બંધારણના હક્કો અને અધિકારોના પ્રશ્નોની ચર્ચા કરાઈ છે. બંધારણના હક્કો માટે હમેંશા લડત આપનાર અને તેમના પ્રશ્નોને હમેશા નીડરતા થી રજુ કરનાર ગરીબો અને આદિવાસીઓના મસીહા અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) રાષ્ટ્રીય સંયોજક એવા ઝગડીયા વિધાનસભના MLA છોટુભાઈ વસાવા અને BTP/BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ, દેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશભાઈ સી. વસાવા અને આમ આદમી પાર્ટી (AAP) ના સાયોંજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન જેવા વક્તાઓ સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત સ્થાપના દિવસ પેહલી મે નાં રોજ સંયુકત સંમેલન કરવા જઈ રહેલા છે.

જે બાબતે BTP/BTTSના તાલુકા જિલ્લા હોદેદ્દારો, સામાજિક આગેવાનો, યુવાનો અને મહિલા આગેવાનો જોડે ચર્ચા વીચારણા કરવા માટે છોટુભાઈની અધ્યક્ષતામાં સંમેલન બુધવારે મિટીંગના ૧૪ મુદ્દાઓ ઉપર ચર્ચા કરાઈ હતી.

મુદ્દો ૧- અનુસૂચિ ૫ – અને ૬ તેમજ પૈસા એકટને આગામી સમયમાં એની અમલવારી કરાવવા.

મુદ્દો ૨- દિલ્હીના શિક્ષણ મોડલ આદિવાસી વિસ્તારોમાં અને ગુજરાતના બિજા જિલ્લાઓમાં લાગુ કરી ગુજરાત સરકાર દ્વારા જે ૬૦૦૦ જેટલી સ્કુલો બંધ કરવામાં આવી છે. એ તમામ સ્કુલો ચાલુ કારાવવા. અને જ્યાં સ્કુલો ની હોઈ ત્યાં નવી સ્કુલો બનાવવી તેમજ ધોરણ ૧ થી લઇ ઈંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્તર માધ્યમિક થી લઇ કોલેજ થી લઇ યુનિવર્સીટી સુધી, આર્ટસ, કોમર્સ, સાઈન્સ સુધી અંગ્રેજી મીડીયમ સુધી શિક્ષણ આપવું અને અને નવી સ્કુલ કોલેજો તાલુકા જિલ્લા કક્ષા એ હોસ્ટેલો સાથે બનાવી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા બાબતે ચર્ચાઓ અને વિચારના.

મુદ્દો ૩- આદિવાસીઓ માટે સંવિધાનની અંદર ટ્રાઈબલ એડવાઇઝર કમિટી (TAC) ના ચેરમેન આદિવાસીજ હોવા જોઈએ બાબત ની ચર્ચા.

મુદ્દો ૪- દિલ્હીમાં આરોગ્યની બાબતે મળતી સુવિધાઓ ગુજરાત માં અમલવારી કરાવવી અને આધુનિક સુવિધાઓ થી સજ્જ હોસ્પિટલો સંપૂર્ણ સ્ટાફ સાથે બનાવડાવીને ચલાવવા બાબતોની ચર્ચા વિચારણા.

મુદ્દો ૫- ગુજરાતના તમામ નાગરિકોને બજેટ કાર્ડ આપવામાં આવે જેમ કે આધારકાર્ડ,BPL/APL/ કાર્ડ અને ચૂંટણીકાર્ડ છે એવીજ રીતે ગુજરાતના ST.SC. OBC.માયનોરીટી લોકોને વ્યક્તિદીઠ કેટલું બજેટ ફાળવવામાં આવે છે. તેનીં જાણકારી માટે બજેટ કાર્ડ આપવામાં આવે જેથી કેટલું બજેટ ચૂકવવામાં આવે છે તે સ્પષ્ટ થાય તે બાબતે ચાંર્ચા.

મુદ્દો ૬- આદિવાસી વિસ્તારોમાં ચાલતા ખાણ ખનીજોની આવક ગ્રામ પંચાયતો ને (ગ્રામ સભા) ના વિકાસ માટે ઉત્પાદન માં થી માલીકી માલીકોનેજ હોય તે બાબતે ચર્ચા.

મુદ્દો ૭- આદિવાસી વિસ્તારોમાં જે મોટા ડેમો આવેલા છે. જેમકે સરદાર સરોવર, ઉકાઈ, અને બીજાં અનેક ડેમોમાં જે લોકો વિસ્થાપિત થયેલ છે એ લોકોને વળતર અને રહેવામાટે ઘર, શિક્ષણ, વિજળી, પાણી જેવી જરૂરિયાતોને ધ્યાને લઇ તેઓને વિસ્થાપનના ધારા ધોરણો મુજબ સુવિધાઓ પૂરી પાડવા અને નવા ડેમોની બનાવવા અને આદિવાસીઓને વિસ્થાપિતન કરવા બાબતે બાબતે ચર્ચાઓ. અને પંચાયતોને કનેક્ટિવિટી અથવા તો નવી પંચાયતો બનાવીને સુચારુ આયોજન કરી સરકારી લાભો મળી આપી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments