આજરોજ પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાનાં CM પદનાં દાવેદારની જાહેરાત કરી છે. ભાજપ અને કોંગ્રેસ, બંને પક્ષ સામે પોતાની મજબૂત દાવેદારી નોંધાવતા આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદ માટે નોમિનેટ કર્યા છે.
पंजाब दी आन, बान, शान
बनेंगे पंजाब के अगले मुख्यमंत्री @BhagwantMann ❤️#AAPdaCM pic.twitter.com/8ncgLZghcP— AAP (@AamAadmiParty) January 18, 2022
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે પણ વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 21 લાખ પંજાબનાં લોકોએ પબ્લિક વોટિંગમાં પોતાનો મત આપ્યો હતો જેમાં 93.3 ટકા લોકોએ પોતાના નેતા તરીકે ભગવંત માનને પસંદ કર્યા હતા.