- સચિવાલયના બે સિવાય તમામ દરવાજાઓ કરવામાં આવ્યા હતા બંધ
- ગોપાલ ઇટાલિયા સહિતનાં કાર્યકર્તાઓ પર હાથાપાઇ
ગાંધીનગર: આજરોજ બપોરે ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો. જોકે, અહીં ભાજપનાં કાર્યકરો પણ એકઠાં થયા હતા. સોમવારે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો.
જોકે, આ ઘટનાને પગલે ભાજપનાં નેતાઓ તાત્કાલિક સચિવાલયથી કમલમ દોડી ગયા હતા, જેમાં હર્ષ સંઘવી પણ પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, 12મી ડિસેમ્બરનાં રોજ હેડ ક્લાર્કની પરીક્ષા હતી, જેનું પેપર લીક થતાં હજારો ઉમેદવારોનું ભાવિ ફરી અટવાયું છે. ત્યારે સરકાર દ્વારા આ પગલે હજી સુધી કોઇ ઠોસ કદમ લેવામાં ન આવતાં વિરોધ પક્ષે પ્રદર્શન હાથ ધર્યુ છે.
AAP volunteers attacked by BJP goons at BJP state office. Many volunteers including females and AAP leaders @Gopal_Italia @isudan_gadhvi injured pic.twitter.com/IUCy4ycTtz
— Dr Safin (@HasanSafin) December 20, 2021
આ મામલે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે તેવો પહેલાથી જ સરકારને અણસાર આવી ગયો હતો. જેથી ગાંધીનગર સચિવાલય ખાતે આપ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા આવશે એવી માહિતીના આધારે સરકારે સચિવાલયના બે સિવાયના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.