Big Bull બાદ તાજેતરમાં અભિષેક બચ્ચન એક નવી ફિલ્મ સાથે OTT પર આવી પહોંચ્યા છે અને આ ફિલ્મ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. જી હાં, વાત થઇ રહી છે અભિષેક બચ્ચનની લેટેસ્ટ Netflix ફિલ્મ- Dasvi(દસવી)
ફિલ્મમાં અભિષેક બચ્ચન એક એવા પોલિટિશિયનનું પાત્ર ભજવી રહ્યા છે, જે ખુરશીની લાલચમાં રહે છે અને પોતાના કરતૂતોને લીધે જેલમાં જાય છે અને જેલમાં ગયા પછી શરૂ થાય છે જીવનનાં નવા પડાવો. રાજકારણમાં તેમની પત્નીને CM બનાવ્યા બાદ કઇ રીતે તે ધીરે-ધીરે તેનાથી દૂર થઇ જાય છે અને ટાઇમપાસ કરવા માટે ભણવાનું શરૂ કરતાં તે કઇ રીતે જીવનનો મહત્વનો ભાગ બની જાય છે, તે આ ફિલ્મની સ્ટોરીમાં ખાસ રીતે વણી લેવામાં આવ્યું છે.
Catch Abhishek Bachchan in all these forms in Dasvi 🥰
Now streaming! pic.twitter.com/GifzAP24L9
— Netflix India (@NetflixIndia) April 10, 2022
ફિલ્મમાં મુખ્ય કિરદારોમાં અભિષેક બચ્ચન, યામી ગૌતમ અને નિમ્રત કૌર જોવા મળી રહ્યા છે. ફિલ્મ Netflix પર 7મી એપ્રિલનાં રોજ રિલીઝ કરવામાં આવી છે, જે હાલ ટ્રેન્ડિંગમાં છે.