- અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો
- રાશિદ ખાને કેપ્ટનશીપ છોડવાનો લીધો નિર્ણય
આગામી T-20 ક્રિકેટ વિશ્વકપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી હતી. જોકે, આ જાહેરાત બાદ ટીમનાં કેપ્ટન એવા રાશિદ ખાને કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. એક ટ્વીટ કરીને તેમણે આ જાહેરાત કરી હતી.
🙏🇦🇫 pic.twitter.com/zd9qz8Jiu0
— Rashid Khan (@rashidkhan_19) September 9, 2021
મંજૂરી વિના ટીમમાં કરવામાં આવી પસંદગી
રાશિદ ખાને ટ્વીટ કરીને જણાવ્યું કે તેમને પૂછ્યા વગર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જ્યારે એક કેપ્ટન તરીકે તેમના વિચારો બોર્ડે જાણવા જોઇએ. તેથી તેઓ કેપ્ટનશીપ પદ છોડે છે.
રાશિદ ખાનનાં આ આકરા પગલાંની સોશિયલ મિડિયા પર પ્રશંસા થઇ રહી છે. મહત્વનું છે કે, આ પહેલાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રાશિદ ખાનનું નામ કેપ્ટનપદે હતું.
Afghanistan National Cricket Team Squad for the World T20 Cup 2021. pic.twitter.com/exlMQ10EQx
— Afghanistan Cricket Board (@ACBofficials) September 9, 2021
તાલિબાનીઓએ અફઘાનિસ્તાન કબજે કર્યુ તે પહેલાંથી રાશિદ ખાન અન્ય દેશો પાસેથી અફઘાનિસ્તાનને બચાવવા મદદ માંગી રહ્યા હતા. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તેમણે રમતને તો પ્રાધાન્ય આપ્યું જ છે, પરંતુ તેમના દેશની પરિસ્થિતિને પગલે તેઓ ચિંતિત છે. ત્યારે T-20 વિશ્વકપ પહેલાં તેમણે આ પગલું ભર્યુ છે, જે ચર્ચાનો વિષય બન્યું છે.