રાજકારણ બાદ હવે કોરોનાનો પગપેસારો સેલેબ્રિટીઝ તરફ થતો જણાય છે, જેમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સપડાયા હતા. ત્યારે આજરોજ સાઉથનાં પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર એસ.થમન પણ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
God bless ❤️ pic.twitter.com/b7a5CCnYbv
— thaman S (@MusicThaman) January 7, 2022
આજરોજ તેમણે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રિકોશન રાખવા છતાં અને ડબલ વેક્સિન ડોઝ લીધા પછી પણ તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે, પરંતુ તેના લક્ષણો બહુ ઓછા છે. આ કારણે તેઓ આઇસોલેટ થયા છે.
આ સમાચાર બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રી હાલ ચિંતાતુર છે અને મોટાભાગે આઉટડોર શુટિંગ પર નિયંત્રણો લદાયા છે. આ પહેલાં કોરોનાને પગલે RRR મુવી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે, ત્યારે પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ પણ પાછી ઠેલાઇ છે.
સમગ્ર ઇન્ડસ્ટ્રીએ વ્યક્ત કરી ચિંતા
રમેશ બાલા સહિત નાગા વામ્સી અને તેલુગુ, કન્નડ સહિત મોટાભાગનાં એક્ટર-એક્ટ્રેસે તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલાં ગતરોજ મહેશ બાબુએ પોતે કોરોના પોઝિટિવ હોવાનાં સમાચાર આપ્યા હતા.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022