અમદાવાદીઓ બધે અવ્વલ! પછી મેગાસિટી બનવાની હરણફાળ હોય કે હેરિટેજ સીટી, ને હવે તો ફરી કોરોના કેસમાં પણ એકદમ ચિત્તાની ઝડપે આગળ વધી રહ્યું છે.
હજી તો ગઇકાલે આખા ગુજરાતનાં 2200થી વધુ કેસ હતા, ત્યારે તે આંકડો પણ તોડવાનો હોય તેમ આજે ખાલી અમદાવાદનાં 1637 એક્ટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતનાં કુલ કેસ 3350 થયા છે. ત્યારે આજે કોરોનાને કારણે 1 મૃત્યુ પણ થયું છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 40 હજાર 643 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાક 19 હજાર 523 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10126 લોકોના મૃત્યુ થયા છે.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
3350 New cases
236 Discharged
1 Death reported
10994 Active Cases,32 on ventilator
5,26,154 Got Vaccine Today
2,80,767 people between 15-18 got first dose
50 new Omicron cases, 204 total cases,112 Discharged@MoHFW_INDIA @CMOGuj @pkumarias pic.twitter.com/sXUZAGnHHo— GujHFWDept (@GujHFWDept) January 5, 2022
ગુજરાતનાં મહત્વનાં શહેરોની પરિસ્થિતિ જોઇએ તો છેલ્લા 24 કલાકમાં સુરતમાં 630, વડોદરામાં 150, રાજકોટ શહેરમાં 141, આણંદમાં 114 કેસ નોંધાયા છે.
બીજી તરફ, ખેડામાં 84, સુરત ગ્રામ્ય 60, ગાંધીનગર ગ્રામ્ય 59, કચ્છ 48, નવસારી 47, ભરૂચ 39, ભાવનગર શહેર 38, વલસાડમાં 34, વડોદરા ગ્રામ્યમાં 31, ગાંધીનગરમાં 26, અમદાવાદ ગ્રામ્ય 23, મોરબી 25, જામનગરમાં 19, રાજકોટ ગ્રામ્યમાં 18, દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12 અને સાબરકાંઠા 10 કેસ નોંધાયા છે.
દેશમાં Omicron થી પ્રથમ મોત
આજે દેશમાં Omicron વેરિએન્ટને લીધે પ્રથમ મોત થયું હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારે દેશ સહિત દુનિયાભરની પરિસ્થિતિ ચિંતાજનક થતી જાય છે.