ચેન્નાઇ: હૈદરાબાદનાં MP અને AIMIM પાર્ટીનાં ચીફ અસદુદ્દીન ઓવૈસી દ્વારા હવે ફક્ત તેલંગણા જ નહીં, પરંતુ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ પાર્ટીનો પરચમ લહેરાવવામાં લાગ્યા છે, ત્યારે તમિલનાડુમાં તેમનો વિધિવત પ્રવેશ થયો છે.
તમિલનાડુનાં મ્યુનિસિપલ ઇલેક્શનમાં AIMIM નાં બે ઉમેદવારોનો વિજય થયો છે. Vaniyambandi મ્યુનિસિપાલિટી ઇલેક્શનમાં AIMIM નાં નબીલાએ DMK નાં ઉમેદવાર આદિલા બેગમને પરાજય આપ્યો છે.
Vaniyambandi નાં વોર્ડ નં 19 અને વોર્ડ નં 4 માં AIMIM નાં ઉમેદાવારો વિજયી થયા છે. ત્યારે નબીલાનાં પતિ અને પાર્ટીનાં MLA કેન્ડીડેટ એવા TS Vakeel એ જણાવ્યું કે અમે ધાર્યુ હતું તેના કરતાં ઓછા વોટથી જીત મળી છે. જોકે, આ જીત બાદ અન્ય જિલ્લાઓમાં પણ પાર્ટીનો બેઝ મજબૂત બનાવવામાં મદદ મળશે.