રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયા સ્વઘોષિત ગણરાજ્ય ડોનેહ્ક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાતે પૂરા વિશ્વમાં યુદ્ધના ભણકારા ની આશંકા વ્યક્ત કરી છે.
ત્યારે ભારતે ત્યાં રહેલા ભારતીયોની મોટી ચિંતા વ્યક્ત કરી છે આજે સવારથી જ 7.30 કલાકથી એર ઇન્ડિયાના 3 વિમાનોએ ઉડાન ભરી છે.
આ વિમાનો થકી ત્યાં ફસાયેલા ભારતીયો ને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓને સુરક્ષિત લાવવામાં આવશે.
અગાઉ ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની એવી ફરિયાદો હતી કે ફ્લાઇટ મળી રહી નથી. સરકારે હાલ ફ્લાઇટ ઓપરેટ કરવા ના પ્રતિબંધો યુક્રેન ને લઈને હટાવ્યા છે કેમકે ચાલી રહેલા યુક્રેન અને રશિયા ના જોવા મળેલા તણાવના કારણે ઘણા વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે.
ગઈ કાલથી જ યુક્રેનમાં યુક્રેન અને રશિયાના યુધ્ધને લઇને પેચીદો બન્યો છે. 20 હજાર જેટલા અંદાજિત દેશના વિદ્યાર્થીઓ ત્યાં છે. તેમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા 600 છે.
આજથી જ એર ઇન્ડિયાએ વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની શરૂઆત વધતી મુશ્કેલીઓ વચ્ચે કરી છે. જેથી વિદ્યાર્થીઓને પાછા દેશમાં પરત લાવવામાં આવશે