South Superstar Allu Arjun ની લેટેસ્ટ ફિલ્મ Pushpa હાલ રિલીઝ થઇ છે અને સાઉથની ચારેય ભાષાઓ સહિત હિન્દીમાં પણ રિલીઝ થઇ છે. રિલીઝ થતાંની સાથે જ આ ફિલ્મે એવો રેકોર્ડ બનાવ્યો છે, જે કદાચ માનવામાં પણ ન આવે.
2021 INDIA'S BIGGEST DAY 1 GROSSER 🔥#PushpaTheRise strikes big at the Box Office 💥💥
MASSive 71CR Gross Worldwide🤘#ThaggedheLe 🤙#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @MythriOfficial pic.twitter.com/t7BJeF7bLc— Pushpa (@PushpaMovie) December 18, 2021
Pushpa ફિલ્મ હાલ ભારત સહિત અમેરિકા, બ્રિટન અને આફ્રિકાનાં ઘણાં દેશોમાં રિલીઝ થઇ છે. ત્યારે ફિલ્મે પ્રથમ દિવસે 71 કરોડની સોલ્લિડ કમાણી કરી છે. ફક્ત તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં જ ફિલ્મે 33 કરોડથી વધુની કમાણી કરી છે. મહત્વનું છે કે, ઘણી ફિલ્મોનું બજેટ પણ આટલું નથી હોતું, ત્યારે આ ફિલ્મ ખરેખર થિયેટર્સ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.
મહત્વનું છે કે, ફિલ્મની વાર્તા ભારતમાં એક વખતમાં કુખ્યાત બનેલી લાલ ચંદનની તસ્કરી પર આધારિત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે તેલુગુ સ્ટાર રશ્મિકા મંદાના, મલયાલી સ્ટાર ફહાદ ફાઝિલ તથા જગપતિ બાબુ પણ જોવા મળશે. ફિલ્મનું સંગીત દેવીશ્રી પ્રસાદ (DSP) એ આપ્યું છે. સાથે જ ફિલ્મમાં એક ખાસ આઇટમ સોંગ મૂકવામાં આવ્યું છે, જેમાં સામંથા જોવા મળે છે.
કોરોના પછીનાં કાળમાં જ્યારે ફિલ્મસ્ટાર પણ ઇચ્છી રહ્યા છે કે લોકો થિયેટર તરફ પાછા વળે, ત્યારે આ ફિલ્મને હાલ થિયેટર્સમાં જ રિલીઝ કરવામાં આવી છે. આ પહેલાં અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પણ થિયેટર્સમાં રિલીઝ કરાઇ હતી અને મહિના પછી Netflix પર લાઇવ કરવામાં આવી હતી.