અમેરિકન સ્માર્ટફોન મેકર Apple હવે ભારતમાં ઓફિશિયલ એન્ટ્રી લઇ રહ્યું છે. ભારતમાં તેઓ પ્રથમ રિટેલ સ્ટોર ઓપન કરવા જઇ રહ્યા છે. Apple નાં CEO ટીમ કૂકે આ માહિતીની જાહેરાત કરી છે. આ પ્રથમ સ્ટોર મુંઇનાં બાંદ્રા-કુર્લા કોમ્પેલક્ષમાં આવેલા જિઓ વર્લ્ડ ડ્રાઇવમાં હશે.
Apple BKC તરીકે ઓળખાશે આ સ્ટોર
મુંબઇનાં પોશ અને કોર્પોરેટ એરિયા તરીકે ઓળખાતાં BKC માં આ સ્ટોર હશે, જેની પેટર્ન લોકલ કલ્ચર પર રાખવામાં આવી છે. 22 હજાર સ્કવેર ફૂટમાં બનેલો મુંબઈનો એપલ સ્ટોર Apple BKC તરીકે ઓળખાશે.
મહત્વનું છે કે, પોતાનાં પ્રથમ સ્ટોરનાં પ્રમોશન માટે Apple BKC સ્ટોર મુંબઈની ઓળખ એવી કાળી-પીળી ટેક્સી આર્ટ પરથી સ્ટોરની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. એપલના ચાહકો Apple BKCના વોલપેપરને ડાઉનલોડ કરી શકે છે.