હવામાન ખાતાની આગાહી અનુસાર દેશનાં કેટલાંક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે તેમ છે. આ અંતર્ગત, આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે અને સાથે જ વરસાદ પણ પડશે.
હિમાલયન વિસ્તારમાં ભારે હિમવર્ષાની સંભાવના છે, જેના કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે. જેના પગલે પડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઉત્તર વિસ્તારમાં આકરી ઠંડીની સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં પણ માવઠાની અસર હતી
ગત જાન્યુઆરીમાં પણ કેટલાંક દિવસોમાં ગુજરાતનાં અલગ-અલગ તાલુકાઓમાં માવઠાએ માજા મૂકી હતી, જેને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. તો હાલમાં પણ સવારે ક્યારેક ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળે છે, જેને કારણે પાકને નુકસાન થઇ રહ્યું છે.