છેલ્લાં પાંચ વર્ષોમાં ભારતમાંથી દુનિયાનાં વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે વધુને વધુ જઇ રહ્યા છે. ત્યારે ખાસ કરીને કેનેડા, યુ.કે., જર્મની અને ઓસ્ટ્રેલિયામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે.
આ પાંચ રાજ્યો પર પ્રતિબંધ
મહત્વનું છે કે, ભારતમાંથી પંજાબ, ગુજરાત, તેલંગણાનાં વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે વધુ જાય છે, ત્યારે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઝે ભારતનાં પાંચ રાજ્યોનાં વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પેપર મોર્નિંગ હેરાલ્ડનાં જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયાની 2 મોટી યુનિવર્સિટીએ પોતાના એજ્યુકેશન એજન્ટ્સને પત્ર લખ્યો હતો. આ લેટરમાં પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા જણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયાનાં હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા અનુસાર દર ચારમાંથી એક એપ્લિકેશન ફ્રોડ હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં ભણવા જવા માટે કરવામાં આવતી એપ્લિકેશનમાં 24% થી વધુ એપ્લિકેશન્સ રદ થાય છે.
ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશનાં વિદ્યાર્થીઓ પર તો ફેડરેશન યુનિવર્સિટીએ ગુજરાત, પંજાબ અને હરિયાણાને રિસ્કી માર્કેટમાં ઉમેર્યા છે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિદ્યાર્થીઓનાં કામ કરવાની પોલિસીમાં મહત્વનાં બદલાવ કરવામાં આવ્યા હતા.