છેલ્લાં કેટલાંય સમયથી જેમના આગમનને લઇને ગુજરાતમાં વિવિધ વિવાદો વકર્યા છે, તેવા બાગેશ્વર ધામના શાસ્ત્રી ધીરેન્દ્રનું આજરોજ ગુજરાતનાં અમદાવાદ ખાતે આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમનને લઇને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયના વિવાદ બાદ આજે બાગેશ્વર ધામના શાસ્ત્રી ગુજરાત આવી પહોંચ્યાં હતા અને તેઓ કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા.
भव्य दिव्य स्वागत पूज्य सरकार का गुजरात की पावन धरा पर….अपार जनमानस…. pic.twitter.com/B1sSt5RlpA
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) May 25, 2023
રાજકોટ સહિત સુરતમાં થયો હતો વિરોધ
મહત્વનું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનાં આગમનનાં સમાચારથી રાજ્યભરમાં વિવિધ સ્થળોએ તેમનો વિરોધ થયો હતો. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ વિજ્ઞાન જાથા દ્વારા FRIની માંગણી કરવામાં આવી છે. વિજ્ઞાન જાથા વાળાનું કહેવું છે કે, સનાતન ધર્મમાં અમે માનીએ છીએ, સનાતન અને હિન્દુ ધર્મને ફોલો કરીએ છીએ. પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રી માત્રને માત્ર અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે દેશમાં શાંતિ ભંગ થવાની શક્યતાઓ છે.
પૂર્વ મુખ્યમંત્રીએ યોજી બેઠક
આગામી મહિને પ્રથમ અને બીજી જૂનનાં રોજ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે, જે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ત્યારે તે અંગે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ આયોજકો અને કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી.
આ પહેલાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારને મળેલી અપીલને રિવ્યુ કર્યા બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.