Tuesday, May 30, 2023
Google search engine
HomeEntertainmentશું ચાલી રહ્યું છે તારક મહેતાનાં ટપ્પુ અને બબિતાજી વચ્ચે? વાઇરલ સત્ય!

શું ચાલી રહ્યું છે તારક મહેતાનાં ટપ્પુ અને બબિતાજી વચ્ચે? વાઇરલ સત્ય!

આજ સવારથી જ ઇન્સ્ટાગ્રામ અને બીજા સોશિયલ મીડિયા પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં બે પાત્રોની ચર્ચા ચાલી રહી છે. ના, ના- તમે જે વિચારી રહ્યા છો, તે પાત્રો અડધાં ખોટા હોઇ શકે છે. જેઠાલાલની તો વાત નથી જ ચાલી રહી, પરંતુ બબિતાજી ચોક્કસ લાઇમલાઇટમાં છે.

જી હાં, બબિતાજી એટલે કે મુનમુન દત્તાનું નામ હવે રાજ અનડકટ એટલે કે જેઠાલાલનાં પુત્રનું પાત્ર ભજવતાં ટપુ સાથે જોડાયું છે. આ માહિતી ફેલાતાં જ સોશિયલ મીડિયા પર જાણે મીમ્સનો ઢગલો થઇ જવા લાગ્યો છે.

 

આ બંને પાત્રો ભજવનાર મુનમુન દત્તા અને રાજ અનડકટ વચ્ચે લગભગ 9 વર્ષનો ફરક છે, જોકે લોકો તેમના પાત્રોની મજાક નથી ઉડાવી રહ્યા, પરંતુ તે અંગે મીમ જરૂર બનાવી રહ્યા છે. બંને વચ્ચે ખૂબ લાંબા સમયથી પ્રેમ છે, એટલે કે ખૂબ લાંબા સમયથી બંને એકબીજાને ડેટ કરે છે, તેવું જાણવા મળ્યું છે. જોકે, લોકો આ વાત જાણી શક્યા ન હતા.

મહત્વનું છે કે, બંને પાત્રો ભજવનાર મુનમુન દત્તા અને રાજ એ સોશિયલ મીડિયા પર ખાસ્સાં એક્ટિવ છે અને સારું એવું ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે આ સમાચાર વાઇરલ થતાં જ #jethalal, #munmun અને #tmkoc ટ્રેન્ડ કરી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments