નાનપણમાં આપણે ભણ્યા હતાં કે ગુજરાતનાં બાલાસિનોર પાસે આવેલાં રૈયાલી ગામમાં ડાયનાસોરનાં અવશેષો મળી આવ્યા હતા. એ જ ડાયનાસોરનાં અવશેષો વિશે વધુ તપાસ કરવાં દેશ-વિદેશથી રિસર્ચર ગુજરાતમાં આવે છે અને સાથે જ પુરાતત્વ વિભાગ દ્વારા પણ ઘણી બધી જગ્યાએ ખોદકામ કરીને ડાયનાસોર વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ છે.
ગુજરાત સરકાર દ્વારા વિકસાવાયું ખાસ મ્યુઝિયમ
મહત્વનું છે કે, ડાયનાસોર વિશેની હાલ સુધીની માહિતી એક ખાસ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ખાસ પ્રકારનું મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે, જે 25,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને કુલ 10 ગેલરી અહીં આવેલી છે.
સાથે જ અહીં ખાસ 3D ફિલ્મ દ્વારા ડાયનાસોરની પ્રજાતિ રાજાસોરસ વિશે ખાસ ફિલ્મ બતાવવામાં આવે છે, જેને માણવા લોકો અહીં આવે છે. સાથે જ ભારત અને ગુજરાતમાં મળી આવેલ ડાયનાસોરની વિવિધ પ્રજાતિ અંગેની તમામ માહિતી અહીં ડાયનાસોરનાં પૂતળાઓ સાથે બતાવવામાં આવી છે.
How to reach?
બાલાસિનોર અમદાવાદથી 90 કિ.મી. દૂર આવેલું છે, જ્યાં રોડ માર્ગે આસાનીથી પહોંચી શકાય છે.