- રશિયાએ નાટો અને અમેરિકાને ધમકીભર્યા સૂરમાં વચ્ચે ન પડવા કહ્યું
- UN ની ખાસ મિટિંગમાં યુક્રેનિયન એમ્બેસેડર દ્વારા ચાબખાં, કહ્યું શાંતિ પ્રસ્તાવનો કોઇ મતલબ નથી
રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનની જાહેરાત બાદ રશિયાએ યુક્રેઇનની રાજધાની કિવ સહિત અલગ-અલગ 11 ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે અને સાથે જ વિવિધ સ્થળોએ આર્મી ઓપરેશન હાથ ધર્યા છે. ત્યારે આ વચ્ચે બેલારુસે પણ રશિયાને સાથ આપ્યો છે અને તેમની બોર્ડર નજીક યુક્રેઇન પર હુમલો કર્યો છે.
EU અને United Nations માં મળી મહત્વની બેઠક
આજરોજ રશિયાનાં આ અણધાર્યા હુમલા વચ્ચે United Nations માં મહત્વની બેઠક મળી છે, જ્યાં UK અને US દ્વારા રશિયાનાં આ પગલાંને વખોડવામાં આવ્યું છે, તો સાથે UN ની નાકામિયાબી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. જે સંસ્થાને વિશ્વમાં શાંતિ કાયમ કરવા સ્થાપવામાં આવી હતી, તેનું કોઇ મહત્વન રહ્યું નથી.
It's a historical embarrassment that the #UN failed to prevent the war against #Ukraine by #Russia, @SergiyKyslytsya tells reporters. pic.twitter.com/M8lL5NvmEk
— Steve Herman (@W7VOA) February 24, 2022
જોકે, જવાબી હુમલામાં યુક્રેને પણ રશિયા પર હુમલો કરીને 6 એરક્રાફ્ટ તોડી પાડ્યાં છે. યુક્રેને કહ્યું હતું કે અમે આ હુમલાનો જવાબ આપીશું અને આ યુદ્ધ જીતીશું.
Ukrainian Ambassador to Russian ambassador on security council: “There is no purgatory for war criminals, they go straight to hell ambassador” pic.twitter.com/KE6pa5idJJ
— Sam Sokol (@SamuelSokol) February 24, 2022