હાલનાં ફાસ્ટ-ફૂડનાં જમાનામાં ઘણાં લોકો મેદસ્વીતાથી પીડાતા હોય છે. જોકે આ તકલીફ તેમનાં ખાન-પાન અને આરોગ્યની બેકાળજી જેવી બાબતો પર આધાર રાખતી હોય છે.
આયુર્વેદમાં આ તકલીફને દૂર કરવા માટેનં ઘણાં નુસ્ખા આપવામાં આવ્યા છે, જેમાંથી એક છે દૂધી!
દૂધીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટ, કેરેન્ટીન અને પોલિપેટાઇડ છે, જે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે અને તેનાથી વજન ઘટે છે. દૂધીમાંથી એવી તે ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે, જે ન ફક્ત લોહી શુધ્ધ કરે છે, પરંતુ સાથે જ મેદસ્વીતાનું જોખમ પણ ઘટાડે છે. ત્યારે દૂધીનું શાક નિયમિતપણે ખાવું જોઇએ.
આ ઉપરાંત, આજે તમારા માટે એક એવી રેસીપી લઇને આવ્યા છીએ, જેના દ્વારા તમે ઘેરબેઠાં જ હેલ્ધી બની શકશો.
દૂધી અને ગાજરનું જ્યુસ
સામગ્રી–
- 1 દૂધી
- 1 ગાજર
- એક કપ પાણી
- મીઠું સ્વાદાનુસાર
કઇ રીતે બનાવશો?
- ગાજર અને દૂધીને છીણી લઇ તેને પાણીમાં ઉમેરીને બ્લેન્ડ કરી લો.
- આ મિશ્રણમાં મીઠું ઉમેરો અને તેને ફરીથી બ્લેન્ડ કરો.
- તૈયાર થયેલાં આ મિશ્રણને ગાળીને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.
તો તૈયાર છે ગાજર અને દૂધીનું જ્યુસ!