પહેલાં ફક્ત ઉનાળામાં મળતો શેરડીનો રસ હવે લગભગ બારેમાસ મળે છે. ચોમાસામાં જોકે ઓછો વેચાય છે, પરંતુ તેના ફાયદાને કારણે તેનું નિયમિત સેવન વધ્યું છે.
ધરતીનું અમૃત કહેવાતા શેરડીનાં રસનાં ઘણાં ફાયદા છે અને દરરોજ નહીં પરંતુ નિયમિતપણે તેનું સેવન તમારા શરીર માટે ઘણાં ફાયદા આપી શકે છે. આવાં જ કેટલાંક ફાયદા અહીં નીચે જણાવ્યા છે.
1- શેરડીનો રસ શરીરને ઇન્સટન્ટ એનર્જી આપે છે. શેરડીનાં રસમાં રહેલ સુગર બોડીમાં ડિહાઇડ્રેશન થવા દેતી નથી.
2- જેની પાચનક્રિયા બરાબર કામ ન કરતી હોય, તે વ્યક્તિ શેરડીનો રસ પીવે તો ફાયદો થઇ શકે છે.
3- લો-કોલેસ્ટ્રોલ અને લો-સોડિયમ ફુડ કિડનીને હેલ્ધી રાખે છે.
4- શેરડીમાં રહેલ કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે.
5- ચહેરા પરનાં ખીલને કે તેનાં ડાઘને શેરડીનો રસ દૂર કરી શકે છે.