2022 ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળતાં ભાજપ સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઇ છે. ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા જે વિવિધ વાયદા આપવામાં આવ્યા હતા, તેનાં પર કામ શરૂ થઇ ગયું છે.
તાજેતરની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે. વર્તમાન સ્થિતિમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે, ત્યારે આ લિમિટ વધતાં પ્રજાજનોને ખાસી રાહત મળશે અને સ્વાસ્થ્યને લગતાં ખર્ચાઓનો બોજો અન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ પર નહીં લાગે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ..#Gujarat pic.twitter.com/vk5AYOPA4u
— Gujarat Information (@InfoGujarat) December 22, 2022
મહત્વનું છે કે, રાજ્ય સહિત દેશભરમાં કોવિડ મહામારીનાં પગરવને લઇને ચર્ચાઓ છે અને સાથે જ તંત્ર સજ્જ બની રહ્યું છે, ત્યારે આ પ્રજાલક્ષી નિર્ણયને લોકોએ આવકાર્યો છે.
આવી હશે સરકારની આગામી કામગીરી
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, સરકારનાં આગામી પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે.