Tuesday, May 30, 2023
Google search engine
HomeEntertainmentસૌરવ ગાંગુલીની જીવની પર બનશે ફિલ્મ, આ પ્રોડક્શન હાઉસ કરશે રિલીઝ

સૌરવ ગાંગુલીની જીવની પર બનશે ફિલ્મ, આ પ્રોડક્શન હાઉસ કરશે રિલીઝ

ભારતનાં સ્ટાર પ્લેયર એવા મહેન્દ્રસિંહ ધોની તથા અન્ય સ્પોર્ટ્સ-પ્લેયર જેવા કે મેરી કોમ, મિલ્ખા સિંહ અને સાઇના નેહવાલ પર બાયોપિક બન્યા બાદ વધુ એક સ્પોર્ટ્સ-પર્સન અને ક્રિકેટર પર ફિલ્મ બનવાની છે.

આ ખેલાડી બીજું કોઇ નહીં, પરંતુ વર્તમાન BCCI નાં પ્રેસિડેન્ટ તથા ભારતનાં પૂર્વ કેપ્ટન એવા સૌરવ ગાંગુલી છે, જેમના જીવન પર પ્રખ્યાત ડિરેક્ટર લવ રંજન ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે.

ટ્વીટ કરીને આપી માહિતી

આ અંગે સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને માહિતી આપતાં કહ્યું હતું કે, “ક્રિકેટ એ મારા જીવનનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે અને હું ખુશ છું કે લવ ફિલ્મસ તે જર્ની પર ફિલ્મ બનાવવા જઇ રહ્યું છે.” આ ટ્વીટમાં તેમણે લવ રંજન તથા લવ ફિલ્મ્સ અને સંજય દાસને ટેગ કર્યા હતા.

મહત્વનું છે કે, લવ રંજન તેમની સોફ્ટ ફિલ્મ્સ અને રોમેન્ટિક ડ્રામા માટે પ્રખ્યાત છે. Pyar ka Punchnama, Sonu ke Tittu ki Sweety, Akash Wani જેવી ઘણી ફિલ્મો તેમને ડિરેક્ટ કરી છે.

સૌરવ ગાંગુલીની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ દ્વારા વિવિધ ફોટોઝ શેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાંક લોકોએ અત્યારથી જ આ બાયોપિકમાં કોણ લીડ રોલ નિભાવશે, તેની અટકળો પણ ચાલુ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments