Tuesday, May 30, 2023
Google search engine
HomeGujaratચૂંટણી પહેલાં ભાજપ-આપ વચ્ચે શિક્ષણનો મુદ્દો ગરમાયો: મનીષ સિસોદિયા મેદાનમાં!

ચૂંટણી પહેલાં ભાજપ-આપ વચ્ચે શિક્ષણનો મુદ્દો ગરમાયો: મનીષ સિસોદિયા મેદાનમાં!

ભાજપ ગુજરાતનાં સોશિયલ મિડિયા હેન્ડલ દ્વારા દિલ્હીનાં CM કેજરીવાલને લઇને ઘણી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં દિલ્હીનાં એજ્યુકેશન સિસ્ટમ પર પણ કટાક્ષ છે. ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ ગુજરાતના શિક્ષણ મંત્રીને પડકાર ફેંક્યાે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે ડિબેટ કરવા સમય અને સ્થળ નક્કી કરવા કહ્યું છે. બીજેપીના ટ્વીટ બાદ મનિષ સિસોદીયાએ પડકાર ફેંક્યાે છે.

યજ્ઞેશ દવે એ કહ્યું કે, ઉલટા ચોર કોટવાલને દંડે આ જે કહેવત સિસોદિયાજી સિદ્ધ કરી રહ્યા છે. દીલ્હીના અખબારો આ સમાચાર છપાયા છે. દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમમા તકલીફ હતી તેમાં ત્યાંના ટીચરો સરકારની વિરુદ્ધ ધરણા પર બેઠા હતા. એ વાતનો જવાબ આપી શકતા નથી અને ઉપરથી ચેલેન્જ કરે છે. ખુલાસો કે જવાબ નથી એટલા માટે આ રીતે વાતો કરે છે.

દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાની વાત કરો છો તો તમે ડિબેટ કરો આ ચેલેન્જને સ્વિકારો તેવું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું. તમે છાપાઓની વાત કરો છો તો ગુજરાતના છાપાઓમાં છપાયું જ છે કે, 18 હજાર ઓરડાઓની ઘટ ગુજરાતમાં છે. 6 હજાર શાળાઓ બંધ છે આ બધી વાતો પણ સામે આવી છે. દિલ્હીના છાપાના છપાય તો સાચું ગુજરાતના છાપામાં છપાય એ ખોટું એમ કહી ગુજરાત બીજેપી પર પ્રહારો કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments