સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના અંગે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી હતી. યુવાનોને બહેન-દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવા જણાવ્યું હતું.
મૃતક ગ્રીષ્મા વેકરિયાની તસવીર મૃતક ગ્રીષ્મા વેકરિયાની તસવીર દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું: અલ્પેશ ઠાકોર પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે સુરતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યાં છે. કેટલાંક અસામાજિક તત્ત્વો છડેચોક બહેન-દીકરીઓ પર ત્રાસ ગુજારતાં થયાં છે. બે દિવસ પહેલાં જ સુરતમાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની. આ ઘટના જોઇને ગમેતેવા મજબૂત માણસની આંખમાંથી આંસુ નીકળી જાય. લોકોની વચ્ચે જાહેરમાં એક નરાધમ દીકરીને છરી મારી દે. કાળજું કાંપી ઊઠે, મને પોતાને એવું થયું કે મારી રિવોલ્વરથી આ નરાધમને ગોળી મારી દઉં.. આ બધું કેવી રીતે ચાલે? હું મારા યુવાનોને કહું છું કે ક્યાંય પણ દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઊંચા નહીં થવા દેવાના.”
જાણો સમગ્ર ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામના શખ્સે ગ્રીષ્મા નંદલાલભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો.
જોકે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર સુરતમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને ફેનિલને સખ્તમાં સખ્ત સજા મળે તેવી લોકોએ માંગ કરી છે.