એક બાજુ ગુજરાતમાં નેતાઓ અને મુખ્યમંત્રી સુદ્ધા પોતાનાં કાર્યક્રમો રદ કરી રહ્યા છે, ત્યારે વેરાવળમાં ભાજપનાં જ સાંસદે હજારો લોકોને એકઠાં કરીને કોરોના ગાઇડલાઇનને નેવે મૂકી છે.
આ મેરેથોન બની શકે છે કોરોનાની મેરેથોન
વેરાવળમાં ભાજપનાં સાંસદે ભેગા કર્યા હજારો લોકોને અને નેવે મૂકી ગાઇડલાઇન#Corona #veraval pic.twitter.com/zxzd7Ie1ZH
— The Mailer (@themailerIndia) January 9, 2022
ગીર સોમનાથ સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં આ મેરેથોન યોજાઇ હતી, જેમાં કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન યોજાઇ હતી.
એક બાજુ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. ત્યારે લોકોને સરકારનો સવાલ છે કે આ ઘટના સામે શું યોગ્ય પગલાં લેવાશે?