Monday, June 5, 2023
Google search engine
HomeIndiaભાન ભૂલ્યા ભાજપી નેતા? 'મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ તો બીજા ખિસ્સામાં વાણિયા...'

ભાન ભૂલ્યા ભાજપી નેતા? ‘મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ તો બીજા ખિસ્સામાં વાણિયા…’

  • ભાજપનાં એમ.પી. પ્રભારીનું વિવાદિત નિવેદન
  • જાતિવાદી નિવેદન પર થયો વિવાદ, મુરલીધર બોલ્યા- મારા નિવેદન સાથે છેડખાની થઇ છે!

નવી દિલ્હી: રાજનેતાઓ ઘણીવાર એવા વિવાદાસ્પદ નિવેદનો આપતાં હોય છે, જેના કારણે મોટો બખેડો ઊભો થઇ જતો હોય છે. જાણતાં-અજાણતાં (ભાગ્યે જ અજાણતાં) તેઓ એવી વાતો જાહેરમાં કહી દેતા હોય છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે ખુરશીનો નશો તેમને કેટલાં હદ સુધી ચઢી ગયો છે!

 

ભાજપનાં મધ્ય પ્રદેશનાં પ્રભારી મુરલીધર રાવે એક કોન્ફરન્સ દરમિયાન એવું નિવેદન આપ્યું, જેનાથી વિરોધીઓને મોકો મળી ગયો છે. મુરલીધર રાવ બોલ્યા હતા કે, “મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ છે, એક ખિસ્સામાં વાણિયા છે.” મુરલીધર રાવનાં આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

મધ્ય પ્રદેશનાં કોંગ્રેસ નેતા અને પૂર્વ સી.એમ. કમલનાથે પ્રહાર કરતાં કહ્યું કે, જે વર્ગોએ ભાજપને ઉપર લાવવામાં મદદ કરી છે, તે વર્ગોનું આ ઘોર અપમાન છે. સત્તાનાં નશામાં ચૂર ભાજપનાં નેતા ભાન ભૂલ્યા છે. તેમણે માફી માંગવી જોઇએ.

સાથે જ તેમણે ટ્વીટ કરી પ્રહાર કર્યો કે ‘સબકા સાથ સબકા વિકાસ’નો નારો આપનાર ભાજપ ખુલ્લેઆમ બે જાતિઓનું અપમાન કરે છે, જે અસહ્ય છે.

મુરલીધર રાવનો બચાવ

પોતાનાં વિવાદિત નિવેદન પર મુરલીધર રાવ બોલ્યા કે તેમના નિવેદન સાથે છેડખાની કરવામાં આવી છે. આમાં વિપક્ષનો હાથ છે. ભાજપ બધા વર્ગોને અલગ-અલગ વોટબેંક તરીકે નથી જોતી, પરંતુ તે વર્ગમાં રહેલી રોજગાર અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments